ઇમ્પ્લાન્ટ અને દાંત બદલવાની સારવાર

ડેન્ટલ ઇમ્પ્લાન્ટ

ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એટલે ખૂટતા દાંતનું નવું મૂળ. જડબાના હાડકામાં એક નાનો સ્ક્રૂ જેવો પાયો બેસાડાય છે, અને એ હાડકા સાથે બરાબર જોડાઈ જાય પછી એના પર કૅપ (ક્રાઉન) ફિક્સ કરાય છે. નવો દાંત નીકળતો નથી, અને બાજુના દાંતનો સહારો પણ નથી લેતો.

ડૉ. રીમા જે. શાહ પ્રોસ્થોડોન્ટિસ્ટ અને ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ છે. એ પહેલાં ફાઇનલ દાંત કેવો હશે તે પ્લાન કરે છે, અને પછી એને ટેકો આપે એ જગ્યાએ ઇમ્પ્લાન્ટ.

ઇમ્પ્લાન્ટ તમારા માટે યોગ્ય હોઈ શકે, જો

  • એક કે વધુ દાંત ન હોય
  • કોઈ દાંત કઢાવવો પડે એમ હોય અને એની જગ્યાએ ફિક્સ દાંત જોઈતો હોય
  • બ્રિજ માટે સારા દાંત ઘસાવવા ન હોય
  • ચોકઠું ઢીલું હોય કે ફાવતું ન હોય
  • ઘણા દાંત ગયા હોય અને ફરી ફિક્સ દાંત જોઈતા હોય
અનાયા ડેન્ટલ ક્લિનિકમાં દર્દીનો દાંતનો X-ray લેતાં ડૉ. રીમા શાહ

ઇમ્પ્લાન્ટ કેવી રીતે થાય છે

  1. કન્સલ્ટેશન અને સ્કેન

    ડૉ. રીમા મોં તપાસે છે અને X-ray કે 3D સ્કેનથી હાડકું જુએ છે.

  2. ટ્રીટમેન્ટ પ્લાન

    નક્કી કરતાં પહેલાં તમે વિકલ્પ, કેટલી વિઝિટ, કેટલો સમય અને ખર્ચ, બધું જોઈ લો છો.

  3. ઇમ્પ્લાન્ટ બેસાડવો

    ભાગ ખાલી કરીને ઇમ્પ્લાન્ટ જડબામાં બેસાડાય છે.

  4. રુઝ આવવી

    પછીનાં અઠવાડિયાંથી મહિનાઓમાં હાડકું ઇમ્પ્લાન્ટ સાથે જોડાઈ જાય છે. આ દરમિયાન કામચલાઉ દાંત આપી શકાય.

  5. કૅપ ફિટ કરવી

    બાકીના દાંત સાથે મેળ ખાય એવી ફાઇનલ કૅપ બનાવી ઇમ્પ્લાન્ટ પર ફિક્સ કરાય છે.

પહેલાં અને પછી: અનાયામાં સારવાર લીધેલા દર્દીઓ

ડૉ. રીમાના પોતાના દર્દીઓના ફોટા, તેમની મંજૂરીથી. દરેક વ્યક્તિમાં પરિણામ જુદું હોય.

કેસ 1 · ફુલ-માઉથ રિહેબિલિટેશન

પહેલાં: સામેથી, કેસ 1 · ફુલ-માઉથ રિહેબિલિટેશન
પહેલાં
પછી: સામેથી, કેસ 1 · ફુલ-માઉથ રિહેબિલિટેશન
પછી
પહેલાં: ડાબી બાજુ, કેસ 1 · ફુલ-માઉથ રિહેબિલિટેશન
પહેલાં · ડાબી બાજુ
પછી: ડાબી બાજુ, કેસ 1 · ફુલ-માઉથ રિહેબિલિટેશન
પછી · ડાબી બાજુ
પહેલાં: જમણી બાજુ, કેસ 1 · ફુલ-માઉથ રિહેબિલિટેશન
પહેલાં · જમણી બાજુ
પછી: જમણી બાજુ, કેસ 1 · ફુલ-માઉથ રિહેબિલિટેશન
પછી · જમણી બાજુ
પહેલાં: ઉપરનું જડબું, કેસ 1 · ફુલ-માઉથ રિહેબિલિટેશન
પહેલાં · ઉપરનું જડબું
પછી: ઉપરનું જડબું, કેસ 1 · ફુલ-માઉથ રિહેબિલિટેશન
પછી · ઉપરનું જડબું
પહેલાં: નીચેનું જડબું, કેસ 1 · ફુલ-માઉથ રિહેબિલિટેશન
પહેલાં · નીચેનું જડબું
પછી: નીચેનું જડબું, કેસ 1 · ફુલ-માઉથ રિહેબિલિટેશન
પછી · નીચેનું જડબું
પછી: બંને જડબાં, કેસ 1 · ફુલ-માઉથ રિહેબિલિટેશન
પછી · બંને જડબાં

કેસ 2 · ફુલ-માઉથ રિહેબિલિટેશન

પહેલાં: સામેથી, કેસ 2 · ફુલ-માઉથ રિહેબિલિટેશન
પહેલાં
પછી: સામેથી, કેસ 2 · ફુલ-માઉથ રિહેબિલિટેશન
પછી
પછી: ડાબી બાજુ, કેસ 2 · ફુલ-માઉથ રિહેબિલિટેશન
પછી · ડાબી બાજુ
પછી: જમણી બાજુ, કેસ 2 · ફુલ-માઉથ રિહેબિલિટેશન
પછી · જમણી બાજુ
પહેલાં: ઉપરનું જડબું, કેસ 2 · ફુલ-માઉથ રિહેબિલિટેશન
પહેલાં · ઉપરનું જડબું
પહેલાં: નીચેનું જડબું, કેસ 2 · ફુલ-માઉથ રિહેબિલિટેશન
પહેલાં · નીચેનું જડબું

ઇમ્પ્લાન્ટથી દાંત બેસાડવાની રીતો

એક દાંત

એક ખૂટતા દાંત માટે એક ઇમ્પ્લાન્ટ અને એક કૅપ.

ઇમ્પ્લાન્ટ બ્રિજ

બે કે વધુ ઇમ્પ્લાન્ટ પર બ્રિજ, જે એક હરોળના ઘણા દાંતની જગ્યા ભરે.

ઇમ્પ્લાન્ટવાળું ચોકઠું

ઇમ્પ્લાન્ટ પર ક્લિપ થતું ચોકઠું, જે જમતાં અને બોલતાં હલતું નથી.

ફુલ-માઉથ રિહેબિલિટેશન

મોટાભાગના કે બધા દાંત ન હોય તેમના માટે ઇમ્પ્લાન્ટ પર આખા ફિક્સ દાંત.

ઇમ્પ્લાન્ટની કાળજી

  • ઇમ્પ્લાન્ટ પછીના પહેલા થોડા દિવસ એ બાજુ નરમ ખોરાક જ ખાઓ
  • કુદરતી દાંતની જેમ રોજ ઇમ્પ્લાન્ટની કૅપની આસપાસ બ્રશ અને સફાઈ કરો
  • સ્મોકિંગ ન કરો, એનાથી રુઝ ધીમી આવે છે અને ઇમ્પ્લાન્ટમાં તકલીફનું જોખમ વધે છે
  • નિયમિત ચેક-અપ કરાવો, જેથી ઇમ્પ્લાન્ટ અને પેઢાં પર નજર રહે

ઇમ્પ્લાન્ટ માટે અનાયા કેમ

સ્પેશિયાલિસ્ટનું પ્લાનિંગ

ડૉ. રીમા MDS પ્રોસ્થોડોન્ટિસ્ટ અને ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ છે. ખૂટતા દાંત બેસાડવા એ જ એમની સ્પેશિયાલિટી છે.

ઇમ્પ્લાન્ટ અને કૅપ, એક જ ડૉક્ટર

તમારા ઇમ્પ્લાન્ટનું પ્લાનિંગ, એને બેસાડવાનું અને એના પર દાંત, બધું એક જ ડૉક્ટર કરે છે.

શરૂ કરતાં પહેલાં પૂરો પ્લાન

સારવાર શરૂ થાય તે પહેલાં વિઝિટ, સમય અને ખર્ચ સમજાવાય છે.

પ્રશ્નો

ડેન્ટલ ઇમ્પ્લાન્ટ: વારંવાર પુછાતા પ્રશ્નો

તમારો પ્રશ્ન પૂછો
ડેન્ટલ ઇમ્પ્લાન્ટમાં દુખે?

ઇમ્પ્લાન્ટ ભાગ ખાલી કરીને બેસાડાય છે, એટલે ત્યારે દુખતું નથી. પછી થોડા દિવસ હળવું દુખે એ સામાન્ય છે અને દવાથી કાબૂમાં રહે છે.

આખી ઇમ્પ્લાન્ટ પ્રક્રિયામાં કેટલો સમય લાગે?

તમારા હાડકા પર અને પહેલાં દાંત કાઢવો પડે એમ છે કે નહીં તેના પર આધાર છે. મોટાભાગના કેસમાં ઇમ્પ્લાન્ટથી ફાઇનલ કૅપ સુધી થોડા મહિના લાગે. કન્સલ્ટેશનમાં ડૉ. રીમા સમયરેખા આપે છે.

ઇમ્પ્લાન્ટ બધા કરાવી શકે?

સ્વસ્થ પેઢાં અને પૂરતું હાડકું હોય એવા મોટાભાગના લોકો કરાવી શકે. અમુક બીમારી કે વધુ પડતા સ્મોકિંગ વિશે પહેલાં વાત કરવી પડે. તમારા કેસમાં શક્ય છે કે નહીં, એ કન્સલ્ટેશનમાં ખબર પડે.

અમદાવાદમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટનો ખર્ચ કેટલો થાય?

ઇમ્પ્લાન્ટની સંખ્યા, કૅપનો પ્રકાર અને બીજી કોઈ પ્રક્રિયાની જરૂર છે કે નહીં, તેના પર ખર્ચ આધાર રાખે છે. કન્સલ્ટેશન પછી ટ્રીટમેન્ટ પ્લાન સાથે તમને ચોક્કસ ખર્ચ જણાવાય છે.

સરનામું

સેટેલાઇટ, અમદાવાદમાં અમારું ક્લિનિક

Anaya Dental Clinic & Implant Center
117, Lift No. 7, Ratnanjali Solitaire,
Prernatirth Derasar Road, Near HP Petrol Pump, near Sankh Circle,
Satellite, Ahmedabad 380015

નજીકમાં: HP પેટ્રોલ પંપ, શંખ સર્કલ, પ્રેરણાતીર્થ જૈન દેરાસર

અહીંથી દર્દીઓ આવે છે

  • સેટેલાઇટ
  • જોધપુર
  • પ્રેરણાતીર્થ
  • શ્યામલ
  • પ્રહલાદનગર
  • આનંદનગર
  • વેજલપુર
  • રામદેવનગર
  • વસ્ત્રાપુર
  • બોડકદેવ
  • ગાંધીનગર
  • વડોદરા
  • અમેરિકા
  • ઑસ્ટ્રેલિયા
  • ન્યૂઝીલેન્ડ
  • કૅનેડા

ક્લિનિકનો સમય

સોમથી શનિસવારે 9:30 થી 1:00
સાંજે 5:00 થી 8:00
રવિવારઅપોઇન્ટમેન્ટથી

ડેન્ટલ ઇમ્પ્લાન્ટ વિશે કોઈ પ્રશ્ન છે?

તમારો પ્રશ્ન કે ફોટો WhatsApp પર મોકલો. ડૉ. રીમાની ટીમ આગળ શું કરવું તે જણાવશે.

WhatsApp પર પૂછો
કૉલ WhatsApp કરો