કૉસ્મેટિક સારવાર
સ્માઇલ ડિઝાઇનિંગ
સ્માઇલ ડિઝાઇનિંગ એટલે દાંતમાં એવા ફેરફાર પ્લાન કરવા કે તમારું સ્મિત તમારા ચહેરા સાથે શોભે. એમાં એક નાનો ફેરફાર પણ હોઈ શકે, કે થોડી સારવાર સાથે મળીને પણ.
ડૉ. રીમા પ્રોસ્થોડોન્ટિસ્ટ છે. એમના MDS અભ્યાસમાં દાંતનો આકાર, રંગ અને ફિટિંગ મુખ્ય છે, અને સ્માઇલ ડિઝાઇનનો પાયો પણ એ જ છે.
- સારવાર કોણ કરશે
- ડૉ. રીમા જે. શાહ, BDS, MDS
- ક્યાં
- સેટેલાઇટ, અમદાવાદ
- ખર્ચ
- તપાસ પછી જણાવીશું
સ્માઇલ ડિઝાઇનિંગ ઉપયોગી થઈ શકે, જો
- દાંત પર ડાઘ હોય, પીળા હોય કે રંગ એકસરખો ન હોય
- દાંત તૂટેલા, ઘસાયેલા કે ઊંચા-નીચા હોય
- આગળના દાંત વચ્ચે જગ્યા હોય
- દાંત વાંકાચૂકા હોય કે એકબીજા પર ચડેલા હોય
- જૂનાં ફિલિંગ કે કૅપ ઝાંખાં કે કાળાં દેખાતાં હોય
- આગળનો કોઈ દાંત ન હોય
સ્માઇલ ડિઝાઇનિંગ કેવી રીતે થાય છે
- 1
કન્સલ્ટેશન
તમે શું બદલવા માગો છો એ અમને કહો. ડૉ. રીમા દાંત, પેઢાં અને દાંતની બેઠક તપાસે છે.
- 2
ફોટા અને માપ
પ્લાનિંગ માટે ફોટા અને દાંતનું માપ કે સ્કેન લેવાય છે.
- 3
તમારો પ્લાન
નક્કી કરતાં પહેલાં તમે બધા વિકલ્પ, દરેકમાં શું થશે, કેટલી વિઝિટ થશે અને ખર્ચ, બધું જોઈ લો છો.
- 4
સારવાર
નક્કી થયેલી સારવાર ક્રમસર થાય છે, જેમ કે પહેલાં વ્હાઇટનિંગ અને પછી કૅપ.
- 5
છેલ્લી તપાસ
રંગ, આકાર અને દાંતની બેઠક તપાસાય છે, જેથી પરિણામ દેખાવમાં અને વાપરવામાં બરાબર લાગે.
તમારી સ્માઇલ ડિઝાઇનમાં કઈ સારવાર આવી શકે
દાંત સફેદ કરવા
દાંતનો કુદરતી રંગ ઊજળો કરે છે.
કૅપ (ક્રાઉન)
તૂટેલા કે રંગ બદલાયેલા દાંતને ઢાંકીને નવો આકાર આપે છે.
બ્રેસિસ કે ક્લિયર એલાઇનર્સ
વાંકાચૂકા કે જગ્યાવાળા દાંત સીધા કરે છે.
દાંતના રંગનું ફિલિંગ
નાની તિરાડ અને જગ્યા ભરે છે.
ઇમ્પ્લાન્ટ કે બ્રિજ
આગળનો ખૂટતો દાંત બેસાડે છે.
પેઢાંની સારવાર
સારા સ્મિત માટે સ્વસ્થ પેઢાં પહેલી શરત છે.
સ્માઇલ પ્લાનિંગ માટે અનાયા કેમ
સ્પેશિયાલિસ્ટનો અભ્યાસ
MDS પ્રોસ્થોડોન્ટિસ્ટનું પ્લાનિંગ, જેમનો વિષય જ દાંતનો આકાર, રંગ અને ફિટિંગ છે.
તમારો ચહેરો, કોઈ તૈયાર ઢાંચો નહીં
પ્લાન તમારા ચહેરા, હોઠ અને દાંતની બેઠક જોઈને બને છે, એક જેવું સ્મિત બધાને નહીં.
પહેલાં વિકલ્પ, પછી ખર્ચ
કંઈ શરૂ થાય તે પહેલાં દરેક વિકલ્પ અને તેનો ખર્ચ તમારી સામે હોય છે.
નવા સ્મિતની કાળજી
- દિવસમાં બે વાર બ્રશ કરો અને દાંતની વચ્ચે સાફ કરો
- ડાઘ ઓછા પડે એ માટે ચા, કૉફી અને તમાકુ ઓછાં કરો
- આગળના દાંત પર કૅપ હોય તો બહુ કડક વસ્તુ એનાથી ન કરડો
- નિયમિત ચેક-અપ કરાવો, જેથી નાની તકલીફ વહેલી પકડાય
સ્માઇલ મેકઓવર એટલે શું?
સ્માઇલ મેકઓવર એટલે એક પ્લાન, જેમાં વ્હાઇટનિંગ, કૅપ કે એલાઇનર્સ જેવી એક કે વધુ સારવાર ભેગી કરીને સ્મિતનો દેખાવ સુધારાય છે.
સ્માઇલ ડિઝાઇનિંગમાં કેટલો સમય લાગે?
કઈ સારવાર કરવાની છે તેના પર આધાર છે. વ્હાઇટનિંગ જલદી થઈ જાય, જ્યારે એલાઇનર્સમાં મહિનાઓ લાગે. ડૉ. રીમા પ્લાન સાથે સમયરેખા પણ આપે છે.
મારા દાંત કુદરતી દેખાશે?
હેતુ જ કુદરતી પરિણામનો છે. રંગ અને આકાર તમારા ચહેરા અને બાકીના દાંતને અનુરૂપ પસંદ કરાય છે.
સરનામું
સેટેલાઇટ, અમદાવાદમાં અમારું ક્લિનિક
Anaya Dental Clinic & Implant Center117, Lift No. 7, Ratnanjali Solitaire,
Prernatirth Derasar Road, Near HP Petrol Pump, near Sankh Circle,
Satellite, Ahmedabad 380015
નજીકમાં: HP પેટ્રોલ પંપ, શંખ સર્કલ, પ્રેરણાતીર્થ જૈન દેરાસર
અહીંથી દર્દીઓ આવે છે
- સેટેલાઇટ
- જોધપુર
- પ્રેરણાતીર્થ
- શ્યામલ
- પ્રહલાદનગર
- આનંદનગર
- વેજલપુર
- રામદેવનગર
- વસ્ત્રાપુર
- બોડકદેવ
- ગાંધીનગર
- વડોદરા
- અમેરિકા
- ઑસ્ટ્રેલિયા
- ન્યૂઝીલેન્ડ
- કૅનેડા
ક્લિનિકનો સમય
| સોમથી શનિ | સવારે 9:30 થી 1:00 |
|---|---|
| સાંજે 5:00 થી 8:00 | |
| રવિવાર | અપોઇન્ટમેન્ટથી |
સ્માઇલ ડિઝાઇનિંગ વિશે કોઈ પ્રશ્ન છે?
તમારો પ્રશ્ન કે ફોટો WhatsApp પર મોકલો. ડૉ. રીમાની ટીમ આગળ શું કરવું તે જણાવશે.