કૉસ્મેટિક સારવાર
દાંત સફેદ કરવા (વ્હાઇટનિંગ)
ચા, કૉફી, તમાકુ અને ઉંમર સાથે દાંતનો રંગ ધીમે-ધીમે ઝાંખો પડે છે. પ્રોફેશનલ વ્હાઇટનિંગમાં ડેન્ટિસ્ટ દાંત પર વ્હાઇટનિંગ જેલ લગાવે છે, જેનાથી દાંતનો કુદરતી રંગ ઊજળો થાય છે.
અમે પહેલાં દાંત અને પેઢાં તપાસીએ છીએ. વ્હાઇટનિંગ ફક્ત કુદરતી દાંત પર જ અસર કરે છે, અને સડો કે પેઢાંની તકલીફ હોય તો એની સારવાર પહેલાં થવી જોઈએ.
- સારવાર કોણ કરશેડૉ. રીમા જે. શાહ, BDS, MDS
- ક્યાંસેટેલાઇટ, અમદાવાદ
- ખર્ચતપાસ પછી જણાવીશું
- સમયસોમથી શનિ, 9:30 થી 1:00 અને 5:00 થી 8:00
વ્હાઇટનિંગ તમારા માટે યોગ્ય હોઈ શકે, જો
- સમય જતાં દાંત પીળા પડી ગયા હોય
- ચા, કૉફી કે તમાકુના ડાઘ હોય
- લગ્ન કે કોઈ પ્રસંગ માટે ચમકતું સ્મિત જોઈતું હોય
- કૅપ કરાવવાની હોય અને પહેલાં કુદરતી દાંત ઊજળા કરવા હોય
વ્હાઇટનિંગથી કૅપ, ફિલિંગ કે ચોકઠાનો રંગ નથી બદલાતો. અમુક ઊંડા ડાઘ માટે બીજી સારવાર જોઈએ.
વ્હાઇટનિંગ કેવી રીતે થાય છે
- 01
ચેક-અપ
દાંત અને પેઢાં તપાસાય છે. ઉપરના ડાઘ અને છારી કાઢવા પહેલાં સફાઈ થઈ શકે.
- 02
રંગ નોંધવો
તમારા દાંતનો હાલનો શેડ નોંધાય છે, જેથી ફરક તમે જાતે જોઈ શકો.
- 03
પેઢાંનું રક્ષણ
જેલ પેઢાંને ન અડે એ માટે પેઢાં પર રક્ષણનું પડ મુકાય છે.
- 04
વ્હાઇટનિંગ
દાંત પર વ્હાઇટનિંગ જેલ લગાવી નક્કી કરેલા સમય સુધી રાખવામાં આવે છે.
- 05
પરિણામ
નવો શેડ જૂના સાથે સરખાવાય છે, અને એ ટકાવી રાખવાની સલાહ અપાય છે.
વ્હાઇટનિંગ માટે અનાયા કેમ
પહેલાં ચેક-અપ
વ્હાઇટનિંગ પહેલાં દાંત અને પેઢાં સ્વસ્થ છે તેની ખાતરી કરીએ છીએ.
મર્યાદા વિશે પણ સાચી વાત
તમારા ડાઘ પર વ્હાઇટનિંગ કામ નહીં કરે એમ હોય, તો અમે કહી દઈએ છીએ અને બીજા વિકલ્પ સમજાવીએ છીએ.
ડેન્ટિસ્ટ પોતે કરે
સારવાર ક્લિનિકમાં જ થાય છે, પેઢાંનું રક્ષણ કરીને.
વ્હાઇટનિંગ પછી
- એક-બે દિવસ થોડી ઝણઝણાટી લાગવી સામાન્ય છે
- પહેલા 48 કલાક ઘાટા રંગવાળું ખાવા-પીવાનું ટાળો
- પરિણામ લાંબું ટકે એ માટે ચા, કૉફી અને તમાકુ ઓછાં કરો
- દિવસમાં બે વાર બ્રશ કરો અને નિયમિત સફાઈ કરાવતા રહો
દાંત સફેદ કરાવવા સુરક્ષિત છે?
ચેક-અપ પછી, પેઢાંનું રક્ષણ કરીને ડેન્ટિસ્ટ દ્વારા થતું વ્હાઇટનિંગ સુરક્ષિત ગણાય છે. થોડા સમયની ઝણઝણાટી એ સૌથી સામાન્ય અસર છે.
વ્હાઇટનિંગ કેટલું ટકે?
એ તમારી ટેવો પર આધાર રાખે છે. ચા, કૉફી અને તમાકુથી ડાઘ જલદી પાછા આવે. સારું બ્રશિંગ અને નિયમિત સફાઈથી પરિણામ લાંબું ટકે છે.
મારી કૅપ કે ફિલિંગ પણ સફેદ થશે?
ના. વ્હાઇટનિંગથી ફક્ત કુદરતી દાંત ઊજળા થાય છે. દેખાતી કૅપ કે ફિલિંગ નવા શેડ સાથે મેળ ખાય એ માટે બદલવી પડી શકે.
સરનામું
સેટેલાઇટ, અમદાવાદમાં અમારું ક્લિનિક
Anaya Dental Clinic & Implant Center117, Lift No. 7, Ratnanjali Solitaire,
Prernatirth Derasar Road, Near HP Petrol Pump, near Sankh Circle,
Satellite, Ahmedabad 380015
નજીકમાં: HP પેટ્રોલ પંપ, શંખ સર્કલ, પ્રેરણાતીર્થ જૈન દેરાસર
અહીંથી દર્દીઓ આવે છે
- સેટેલાઇટ
- જોધપુર
- પ્રેરણાતીર્થ
- શ્યામલ
- પ્રહલાદનગર
- આનંદનગર
- વેજલપુર
- રામદેવનગર
- વસ્ત્રાપુર
- બોડકદેવ
- ગાંધીનગર
- વડોદરા
- અમેરિકા
- ઑસ્ટ્રેલિયા
- ન્યૂઝીલેન્ડ
- કૅનેડા
ક્લિનિકનો સમય
| સોમથી શનિ | સવારે 9:30 થી 1:00 |
|---|---|
| સાંજે 5:00 થી 8:00 | |
| રવિવાર | અપોઇન્ટમેન્ટથી |
દાંત સફેદ કરવા (વ્હાઇટનિંગ) વિશે કોઈ પ્રશ્ન છે?
તમારો પ્રશ્ન કે ફોટો WhatsApp પર મોકલો. ડૉ. રીમાની ટીમ આગળ શું કરવું તે જણાવશે.